Home> India
Advertisement
Prev
Next

પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન 

પવિત્ર અમરનાથ યાત્રાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ યાત્રાની શરૂઆત 23 જૂનથી થશે અને તેનુ સમાપન 3 ઓગસ્ટના રોજ થશે. આ યાત્રા 42 દિવસ સુધી ચાલશે. આ દિવસે રક્ષાબંધન પણ આવે છે. ગત વખતે આ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી.

પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન 

નવી દિલ્હી: પવિત્ર અમરનાથ યાત્રાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ યાત્રાની શરૂઆત 23 જૂનથી થશે અને તેનુ સમાપન 3 ઓગસ્ટના રોજ થશે. આ યાત્રા 42 દિવસ સુધી ચાલશે. આ દિવસે રક્ષાબંધન પણ આવે છે. ગત વખતે આ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. રસપ્રદ વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા છે. યાત્રા શરૂ ખવાનો નિર્ણય અમરનાથજી શ્રાઈન બોર્ડની મીટિંગમાં થયો. આ મીટિંગની અધ્યક્ષતા ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ કરી રહ્યાં હતાં. 

fallbacks

જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમનું રજિસ્ટ્રેશન એક એપ્રિલથી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે વચમા કાશ્મીરની ચાલી રહેલી કેટલીક મુશ્કેલીઓને જોતા થોડા સમય માટે અમરનાથ યાત્રા ઉપર પણ અસર પડી હતી. પરંતુ હવે આ યાત્રા ફરીથી શરૂ થવા જઈ રહી છે. 23 જૂનના રોજ જગન્નાથ યાત્રા પણ શરૂ થશે. યાત્રા શ્રાવણી પૂનમ (રક્ષા બંધન)ના દિવસે એટલે કે 3 ઓગસ્ટના રોજ પૂરી થશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

બોર્ડે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો કોટા પણ વધારવાનો નિર્ણય લીધો છે. આ પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત 2019માં કરાઈ હતી. તેની સફળતા જોતા બોર્ડે આ નિર્ણય લીધો હતો. બોર્ડના સીઈઓએ યાત્રા ક્ષેત્રમાં નિર્વિધ્ન ટેલિકોમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ઉપાય કરવાના આદેશ આપ્યાં. યાત્રાળુઓને સુરક્ષા સંબંધી દિશા નિર્દેશ આપવા માટે જ જાગરૂકતા કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે. આ પ્રોગ્રામ સૂચના અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી લોન્ચ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More